Posts

Showing posts from September, 2024

તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

Image
 તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________ "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________________ સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ____________________________________________ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ___________________________________________ સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અંત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

Image
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

Tapi news: ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો

Image
Tapi news: ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો  સ્વભાવ સ્વછતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે  સ્વચ્છતા હી સેવા  અંતર્ગત ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સ્વચ્છતા રેલી યોજી અને  ગ્રામજનો દ્વારા હાટ બજારની ફરતે સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો 

Tapi news: રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

Image
 Tapi news: રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરાઇ “વૃક્ષ વાવવું એ મારી જીદ્દ નહી પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા વૃક્ષા રોપણનું મહત્વ સમજાવતા મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ - ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કરતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ - માહિતી બ્યુરો, તાપી તા. ૧૯:- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલઝર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ “વૃક્ષ વાવવું એ મારી જીદ્દ નહી પરંતુ  વૃક્ષ વાવવું એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા પ્રાકૃતિ પ્રેમીઓ સહિત નાગરીકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનેરો સંદેશો પાઠવ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ ઉપસ્થિત નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'એક પેડ માં કે નામ' અનોખી પહેલ

તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ આયોજન અંતર્ગત તાપી જિલ્લા કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.

Image
 તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ આયોજન અંતર્ગત તાપી જિલ્લા કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સયુંંક્ત બેઠક યોજાઇ *માહિતી બ્યુરો,તાપી તા: ૧૩* સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામા પણ આગામી તા.૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૪થી શરૂ થઈ રહેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અને આગામી તારીખ ૨૭ સપ્ટમ્બરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે, તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા તથા મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતીમાં આયોજન અંગે  ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી  કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે  જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ખુબ જ અગત્યના એવા ‘સેવા સેતુ’ કાર્યક્રમ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ગરીબ કલ્યાણ મેળા જેવા પ્રજા કલ્યાણના આ કાર્યક્રમો  વધુ અસરકારક અને લોકભોગ્ય બને તે મુજબના આયોજનો કરવાના રહશે.  વ્યાપક જન ભાગીદારી સા

Tapi news: સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

Image
 Tapi news: સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ* - *માહિતી બ્યુરો,તાપી તા.૦૯* ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો.                       ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.                કાર્યક્રમમાં ઈન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈ ગામીત તથા કલમકુઈ ગામના

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

Image
                                 Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.  આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.  વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જ

Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

Image
  Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો *તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ* *માહિતી બ્યુરો,તાપી તા.૦૯* ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો.                       ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.                કાર્યક્રમમાં ઈન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈ ગામીત તથા કલમકુઈ ગામન

સોનગઢ તાલુકાના ઉકાઇ ખાતે આદિમજુથના નાગરિકો #PMJANMAN કેમ્પના માધ્યમથી આધાર કાર્ડ,જાતિનો દાખલો,આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ,કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાનો લાભ મેળવે તે માટે માર્ગદર્શન આપી કેટલીક યોજનાઓની સ્થળ પર જ નોંધણી અને લાભ વિતરણ કરાયા

Image
     સોનગઢ તાલુકાના ઉકાઇ ખાતે આદિમજુથના નાગરિકો #PMJANMAN કેમ્પના માધ્યમથી આધાર કાર્ડ,જાતિનો દાખલો,આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ,કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાનો લાભ મેળવે તે માટે માર્ગદર્શન આપી કેટલીક યોજનાઓની સ્થળ પર જ નોંધણી અને લાભ વિતરણ કરાયા #EmpoweringTribalTransformingIndia

તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

Image
 તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Image
Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે. કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ - શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા -શિક્ષક દિન નિમિત્તે  જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ -કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે -શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે *માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો.  જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને અને વિવિધ પર

દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય

Image
                            તા.૫મી સપ્ટે: શિક્ષક દિવસને અર્પણ.. ------- શિક્ષણ સાથે સેવાની સાધના.. આવા શિક્ષકોને કોટિ કોટિ નમન દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય ધરમપુરના ઋષિત મસરાણી.. શિક્ષણ સાથે સમાજસેવાનું બહેતર માધ્યમ પુસ્તકના જ્ઞાનની સમાંતર બાળકોને વ્યવહારૂ જ્ઞાન આપતા સુરતના માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરી વાંસદા રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી શામળિયાએ સુદામાને પૂછેલું કે, ' બચપણમાં આપણે સાથે ભણતા તે તને હજુ સાંભરે છે?' સુદામાએ ઉત્તરમાં કહેલું 'હા, સખા એ અનન્ય દિવસો... મારાથી કેમ વિસરાય?' ઝાડને છાંયડે બેસી ગુરુ ભણાવતા અને શિષ્યો ગુરુમુખેથી વહેતા અસ્ખલિત જ્ઞાનપ્રવાહને એકાગ્રતાથી ઝીલતા. વિશ્વમાનવતા, કરુણા, શાંતિના પાઠ ભણતા. આ બધું આધુનિકતાના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયું છે.’             'એક મા સો શિક્ષકની ગરજ સારે છે તો 'એક શિક્ષક અનેક બાળકોની માતા બનાવાનું સામર્થ્ય કેમ ન ધરાવી શકે?'  આ મંત્ર લઈને નીકળેલો સેવા અને શિક્ષણનો ભ