વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સ...
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. *માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા. #VikasSaptah #23yearsofsuccess Post courtesy: info Tapi gog
Comments
Post a Comment