Posts

Showing posts from October, 2024

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
           કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે....

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

Image
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. *માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.  #VikasSaptah #23yearsofsuccess Post courtesy: info Tapi gog 

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

Image
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું ----------    કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત  રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ -------- ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત ---------- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત અને રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે આયુષ્યમાન...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
 કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામ...