Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ વરસાદી વિરામ બાદ નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકશાન થયેલ હતું.વાહનવ્યવહાર પૂર્વવત કરવા તાપી માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે વરસાદી આફતથી જેતવાડી રોડ,ખુર્દી રોડ,બાલપુર કોઝવે, કાલાવ્યારા કોઝવે અને રોડ,બેશનીયા રોડ,લિમડદા રોડ, મગરકુઇ-દડકવાણ રોડ,પેરવડ રોડ અને એપ્રોચ,સેવાસદન થી મુસા રોડ સહિત તાપી જિલ્લામાં અન્ય નાના મોટા રોડ રસ્તાઓને નુકશાન પહોંચતા માર્ગ-મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અશરથી સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, 24 કલાક ...